અમરેલીના લાઠી રોડ પર કે.કે. પારેખ ટેક્નિકલ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળની ગુજકોસ્ટ દ્વારા અંદાજે રૂ. ૨૧ કરોડના ખર્ચે આ અદ્યતન કેન્દ્ર આકાર પામશે. વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, મહેશભાઈ કસવાળા અને જનકભાઈ તળાવીયા સહિતના મહાનુભાવોએ ભૂમિપૂજન કર્યું હતું. આ કેન્દ્રમાં વિજ્ઞાન આધારિત ત્રણ ગેલેરીઓ હશેઃ પ્રાદેશિક (ગીર સિંહ, બાયોકોસ્ટિક્સ), લાઈફ સાયન્સ (ડીએનએ, મોલેક્યુલર બાયોલોજી) અને સામાન્ય વિજ્ઞાન (ક્વોન્ટમ ડેમો, કાર્બન ફૂટપ્રિન્ટ સિમ્યુલેટર). ઉપરાંત, પ્લેનેટોરિયમ, ઓડિટોરીયમ, ડિસ્કવરી સેન્ટર અને ફૂડ કોર્ટ પણ હશે. આ વિજ્ઞાન કેન્દ્ર બાળકોને વિજ્ઞાન અને સંશોધન માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.






































