અમરેલીમાં સર્કિટ હાઉસ ખાતે રોલ ઓબ્ઝર્વર હર્ષદ પટેલે આજે ચૂંટણી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ઓબ્ઝર્વરે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર નોંધણી કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, મદદનીશ કલેક્ટર ઉત્સવ ગૌતમ, અમરેલી પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ, સાવરકુંડલા પ્રાંત અધિકારી આર.આર. ગોહીલ, રાજુલા પ્રાંત અધિકારી કે.એસ. ડાભી તથા ધારી પ્રાંત અધિકારી ઝણકાર ઉપસ્થિતરહ્યા હતા.