અમરેલી જિલ્લામાં રેતી માફિયા સામે કડક કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને પોલીસે અમરેલીના ચક્કરગઢ રોડ પર રેતી ભરીને જતું ટ્રેકટર ઝડપી કાર્યવાહી કરી હતી. કાજુભાઈ ભીમભાઈ ડામોર તથા રાહુલભાઈ રસિકભાઈ રાજ્યગુરુ ટ્રેક્ટરની ટ્રોલીમાં પાસ પરમીટ વગર ત્રણ ટન રેતી ભરીને લઈ જતાં પકડાયા હતા. પોલીસે રેતી સહિત ૨,૬૧,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.