અમરેલી પોલીસ સ્ટેશનના કુલ-૧૭ ગુન્હાઓમાં પકડાયેલ અલગ અલગ બ્રાંડના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૨૧૪ જેની અંદાજિત કિંમત રૂ. ૧૨,૦૫,૨૪૧/- થાય છે તેનો આજે નાશ કરવામાં આવ્યો હતો. આ માટે ચીફ. જ્યુ.મેજીસ્ટ્રેટ પાસેથી હુકમો
મેળવવામાં આવ્યા હતા. અમરેલીના ઠેબી ડેમ નજીક ગોળીબારના ટેકરા પાસે પડતર ખરાબાની સરકારી જમીનમાં આ દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.