અમરેલીમાં રહેતા એક રીક્ષા ડ્રાયવરને બે-ત્રણ લપાટ મારીને ધમકી આપી હતી. બનાવ સંદર્ભે ઇજહારભાઇ અમીનભાઇ બીલખીયા (ઉ.વ.૨૨)એ ઇમરાનભાઇ સેલોત, ઇલુ સેલોત, સબીર સેલોત તથા એક અજાણ્યા માણસ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ દાતારબાપુની જગ્યાએ બેઠા હતા અને આરોપી ઈમરાનભાઈ સેલોતે તેમને ત્યાં બેસવાની ના પાડી હતી. જેથી તેમણે ‘શું કામ ન બેસવું’ તેમ કહેતા ગાળો આપી બે-ત્રણ લપાટ મારી હતી. તેમજ ચારેય આરોપીએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી પીએસઆઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.