અમરેલીમાં નાના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ચાલકે મહિલાને અડફેટે લીધી હતી. મહિલા ઈજાગ્રસ્ત થયા બાદ રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ઉદયભાઈ જોષીએ અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રિક્ષા ચાલકે ફૂલ સ્પીડે આવી તેમના પત્ની શીતલબેન સાથે અથડાવી હતી. જેમાં તેમને માથામા તેમજ શરીરે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો.