ગુજરાતમાં ખેડૂતોએ ખેતરોમાં નિંદામણ કરી સાંતી ચલાવી દીધા છે. હાલમાં પાકને ખાતર આપવાનો સમય થયો છે, પરંતુ રાજ્યભરના ખાતર ડેપો પર યુરિયા, એનપીકે અને ડીએપી ખાતર ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે ભાજપના અગ્રણી પ્રા. જે.એમ. તળાવિયાએ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.










































