જિલ્લામાં રર-મીએ યોજાનાર ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલનના આયોજનને લઇ રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવત દ્વારા અમરેલી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ સંમેલનમાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થશે અને રાજ શેખાવત દ્વારા શક્તિ પ્રદર્શન કરાશે.
પ્રેસ કોન્ફરન્સમાં રાજ શેખાવતે જણાવ્યું કે, આજ સુધી કાઠી ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે જે હવે નહીં ચલાવવામાં આવે. આવનારી ચૂંટણીમાં સાવરકુંડલા, ધારી, રાજુલા વિધાનસભા સીટ પર દરેક રાજકીય પાર્ટીઓએ અમને ઉમેદવારી આપવી પડશે. જા ઉમેદવારી નહીં અપાય તો કરણી સેના અપક્ષ ઉમેદવાર ઉભા રાખશે, તેવો તેમણે હુંકાર કર્યો હતો.