અમરેલીમાં રહીને અભ્યાસ કરતી મૂળ સુરતની વિદ્યાર્થિનીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટાનો દુરુપયોગ કરી મિત્ર સર્કલમાં મોકલી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વિદ્યાર્થિનીએ ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક-વાપરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીએ ઇન્સ્ટાગ્રામનાં માધ્યમથી તેમને તથા તેમની મિત્રનાં ફોટાનો દુરૂપયોગ કરી બદઇરાદે આ ફોટાની રીલ્સ બનાવી આ ફેક આઇ.ડી.માં પોસ્ટ કરી હતી. તેમજ તેના મ્ૈર્ માં ફરિયાદી અને તેની મિત્ર વિશે ખરાબ લખાણ લખ્યું હતું.
ઉપરાંત આ ફેક આઇ.ડી.ની ફોલો રીકવેસ્ટ તેમના કોલેજનાં મિત્ર સર્કલમાં મોકલી ફરિયાદી અને તેની મિત્રની પ્રતિષ્ઠાને હાનિ પહોચાડી હતી તથા કોલેજમાં અને સમાજમાં બદનામ કરવાના બદઇરાદે ફરિયાદીના ફોટાનો દુરૂપયોગ કર્યો હતો.
અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની પીઆઈ વી. એમ. કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.