અમરેલીમાં આગામી તા.રરના રોજ જીપીએસસીની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા ૧૩ બિલ્ડીંગમાં યોજાનાર છે. અમરેલી શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આગામી તા.રરને રવિવારના રોજ ગુજરાત સેવા આયોગ દ્વારા લેવાતી જીપીએસસીની પરીક્ષા અમરેલીમાં યોજાશે. અમરેલીમાં આવેલી ૧૩ બિલ્ડીંગોમાં આ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩ બિલ્ડીંગના ૧૩૭ બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવશે. તમામ બ્લોકને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ૩ર૮પ ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે. પરીક્ષા સમયે તકેદારી અધિકારી અને આયોગના અધિકારીઓ સતત હાજર રહેશે અને પરીક્ષા પર નજર રાખશે. પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવશે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અમરેલી શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.