શિવશક્તિ મહિલા મંડળ અને અશ્વમેઘ ગ્રુપના સહયોગથી અમરેલીના ઓમનગરમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનો મુખ્ય હેતુ ચલાલામાં યોજાનાર ૪૩મા સમૂહલગ્નમાં નવ ગરીબ પરિવારની દીકરીઓના કરિયાવર માટે સહાય એકત્ર કરવાનો હતો. શિવશક્તિ મહિલા મંડળ અને અશ્વમેઘ ગ્રુપ દ્વારા આ નવ દીકરીઓને કરિયાવરની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.