અમરેલીમાં ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ મેરેથોનમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ સંચાલિત વિદ્યાસભા D.L.S.S. શાળાના ખેલાડીઓએ અદ્દભુત પ્રદર્શન કર્યું છે. ૫ાંચ કિલોમીટરની સ્પર્ધામાં મેર દિપાલીએ પ્રથમ ક્રમ મેળવી સુવર્ણ પદક હાંસલ કર્યો હતો, જ્યારે કુકડિયા એંજલે દ્વિતીય સ્થાને રહી રજત પદક જીત્યો હતો. રમતવીરોની આ સફળતા પાછળ તેમની સખત મહેનત અને અનુભવી કોચનું સચોટ માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. આ વિજેતા ખેલાડીઓનું બ્રહ્માકુમારી સેન્ટરના રાજયોગિની કિંજલદીદી તથા અન્ય બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી અને સમગ્ર સ્ટાફે ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થામાં રમતગમત માટે અપાતી શિસ્તબધ્ધ તાલીમથી જિલ્લા કક્ષાએ ગજેરા કેમ્પસની ઓળખ વધુ મજબૂત બની છે.