આ વર્ષે વિશ્વ યોગ દિવસ ૨૧મી જૂનના રોજ ઉજવવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે, અમરેલી નગરપાલિકા ૧૮મી જૂનથી ૨૦મી જૂન સુધી વોર્ડ ૧ થી ૧૧માં યોગ
જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરશે. જેમા તારીખ ૧૬મી જૂનનાં રોજ સવારનાં ૬ઃ૩૦ કલાકે વોર્ડ નં. ૧ અને ૨ માટે એન.ડી. સંઘવી રૂપાયતન સ્કૂલ મણીનગર ખાતે, તારીખ ૧૭મી જૂનનાં રોજ વોર્ડ નં. ૩ માટે સવારનાં ૬ઃ૩૦ કલાકે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર બ્રાહ્મણ સોસાયટી ખાતે, તારીખ ૧૮મી જૂનનાં રોજ વોર્ડ નં. પમાં ભોજલરામ પ્રાથમિક શાળા કેરીયા રોડ ખાતે, ૧૯મી જૂનનાં રોજ વોર્ડ નં. ૬માં હિરકબાગ ફાયર સ્ટેશન ખાતે અને સવારનાં ૬ઃ૩૦ કલાકે, વોર્ડ -૭માં તાલુકા શાળા લાયબ્રેરી પાસે અને વોર્ડ નં. ૮માં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે, ઓમનગર જેશિંગપરા ખાતે તા. ૨૦મી જૂનનાં રોજ સવારનાં ૬ઃ૩૦ કલાકે, વોર્ડ નં. ૦ અને ૧૧ માટે રામેશ્વર મંદિર સરદાર ચોક ખાતે તેમજ વોર્ડ નં. ૧૦ માટે મંગળાબેન બાલમંદિર ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે.પટેલે શહેરના તમામ નાગરિકોને આ યોગ શિબિરોમાં ભાગ લેવા અને યોગને તેમના દૈનિક જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો છે.