ભાવકા ભવાની મંદિર પાસે બની હિચકારી ઘટના, ખાખીનો ખોફ ઉતર્યો!!!
યુવતીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
અમરેલી શહેરમાં જાણે કે કાયદાનો ડર રહ્યો ન હોય તેમ લુખ્ખાઓ બિન્દાસ્ત હાથમાં છરીઓ લઈ જીવલેણ હુમલાઓ કરી રહ્યાં છે. આવો જ એક બનાવ શહેરમાં બનવા પામ્યો છે. અમરેલી શહેરમાં એક યુવકે યુવતી પર છરી વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. અમરેલીમાં આવેલા ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતા વિપુલ ધૂંધરવા નામના યુવકે તેજ વિસ્તારની ૨૪ વર્ષીય હેતલબેન ભાડ પર ગળાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસ હોસ્પિટલે પહોંચી હતી. યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં વિપુલ ધૂંધરવાનું નામ જણાવ્યું છે. હાલ હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હુમલો શા માટે કરવામાં આવ્યો તે આરોપી પકડાય જાય પછી જ સાચુ કારણ જાણવા મળશે. હાલ તો યુવતી પર થયેલા જીવલેણ હુમલાને કારણે સમગ્ર અમરેલી શહેરમાં ભયનો માહોલ છવાયો છે. જાણવા મળતી માહિતી મુજબ હુમલો કરનાર યુવકની સાથે અન્ય યુવક પણ હાજર હતો જેથી પોલીસે બંને યુવક સામે ગુનો નોંધ્યો છે. હાલ આ લખાય છે ત્યાં સુધીમાં બંને શખ્સો પોલીસ પકડથી દૂર છે.
પ્રેમપ્રકરણ કારણભૂત?
હેતલ ભાડ નામની યુવતી પર વિપુલ કોળી નામના યુવાને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે હુમલો કરનાર યુવકને યુવતી સાથે પ્રેમસંબંધ હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમરેલીમાં ગ્રીષ્મા કાંડ થતા રહી ગયો!
વર્ષો પહેલા સુરતમાં માથા ફરેલ પ્રેમીએ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીના ગળા પર ધારદાર હથીયાર ફેરવી દીધુ હતુ, ત્યારે પણ આ હતભાગી યુવતીને બચાવવા માટે કોઈ આગળ આવ્યુ નહોતુ. ત્યારે ,આવો જ એક બનાવ અમરેલીના ભાવકા ભવાની મંદિરે માથા ફરેલ યુવકે હેતલ ભાડ નામની યુવતીના ગળા પર ધારદાર હથીયાર ફેરવી દીધુ હતુ અને તેને પણ બચાવવા માટે કોઈ આગળ આવ્યુ નહોતુ. જા કે યુવતીને સમયસર સારવાર મળી જતા યુવતી હોÂસ્પટલના બિછાને પહોંચી હતી. આમ, અમરેલીમાં પણ સુરત જેવો ગ્રીષ્માકાંડ થતા રહી ગયો હતો.
હોસ્પિટલમાં માતાનું આક્રંદ
અમરેલીના ભાવકા ભવાની મંદિર ખાતે હેતલ નામની યુવતી પર વિપુલ નામના યુવકે છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. યુવતીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. યુવતીની માતા પણ હોસ્પિટલ ખાતે પહોંચતા માતાએ આક્રંદ કર્યુ હતુ અને પોતાની દિકરીને બચાવવા માટે રડતા ચહેરે ડોકટર સમક્ષ આજીજી કરી હતી. માતાના કરુણ આક્રંદથી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી.
કોઈ બચાવવા આગળ આવ્યુ નહી
વિપુલ ધુંધરવા જાતે કોળી, નામના યુવાને અચાનક યુવતી કંઈ સમજે તે પહેલા ગળા પર જીવલેણ હુમલો કરી દીધો હતો. યુવતીએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, ભાવકા ભવાની મંદિરે ગઈ હોવાથી ત્યાં ઘણા લોકો હાજર હતા, ત્યારે વિપુલ નામનો યુવાન અચાનક ધસી આવ્યો હતો અને ગળાના ભાગે છરી મારી દીધી હતી. જેથી બચાવવા માટે મે બૂમો પાડી હોવા છતાં ત્યાં હાજર રહેલા કોઈ લોકો મદદે આવ્યા નહોતા અને ત્યારબાદ કોઈએ ૧૦૮ને ફોન કરતા યુવતીને સારવાર માટે હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવી હતી.







































