અમરેલીમાં એક યુવક પર લાકડી તથા તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દાનુભાઈ ઝીણાભાઈ વાઘોશી (ઉ.વ.૨૯)એ હરીસિંહ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને આરોપી હરીસિંહ ઉર્ફે લાલભાઇ ચૌહાણ સાથે અગાઉનુ મનદુઃખ હતું. જે મનદુઃખ બાબતે તેમના પર લાકડી તથા તલવાર વડે હુમલો કરતા માથાના ભાગે ત્રણેક ટાંકા આવ્યા હતા.
ઉપરાંત ત્રણેય આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.