અમરેલી શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરા તેના પરિવારજનો સાથે મકાનમાં સુતી હતી ત્યારે મકાનના તૂટેલા દરવાજામાંથી એક યુવક અંદર આવ્યો હતો અને જાતિય સતામણી કરી હતી. આ સમયે સગીરાની માતા જાગી જતાં યુવક ઘરનો લેમ્પ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.બનાવ સંદર્ભે સગીરાની માતાએ નરેશ ઉર્ફે મેતર મધુભાઈ વાઘેલા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બે દિવસ પહેલા રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ તેમની સગીર પુત્રીની આબરૂ લેવાના ઈરાદે આરોપી ઘરના તૂટેલા દરવાજામાંથી ઘૂસ્યો હતો.તેણે તેમની દીકરીના ગાલ પર હાથ ફરેવી જાતિય સતામણી કરતાં તેઓ જાગી જતાં આરોપી ઘરનો લેમ્પ બંધ કરી ભાગી ગયો હતો. તેઓ તેની પાછળ દોડ્યા હતા અને પકડી લીધો હતો પરંતુ તેણે બળ વાપરતાં તેઓ પડી ગયા હતા. આ તકનો લાભ લઈ તે નાસી છૂટ્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.કે.સોઢાતર વધુ તપાસ કરી રહ્યા છે.