અમરેલીમાં રહેતા એક યુવકે ગાળો બોલવાની ના પાડતાં તેને માથામાં કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ અંગે સનીભાઈ ગોપાલભાઈ ઉર્ફે ગોપીભાઈ રાઠોડ (ઉ.વ.૨૭)એ સાગરભાઇ ગોવિંદભાઇ મકવાણા, વિરાભાઇ વેલશીભાઇ પરમાર, જયંતીભાઇ જગદિશભાઇ પરમાર, જીતુભાઇ જગાભાઇ પરમાર તથા બદરૂભાઇ વલ્લભભાઇ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાગરભાઈ મકવાણા તેમના ઘર પાસે જેમફાવે તેમ ગાળો બોલતો હતો. જેથી તેઓને ગાળો બોલવાની ના પાડતા સારું નહોતું લાગ્યું. જે બાદ તમામ આરોપીએ આવી ગાળા આપી લાકડી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ છુટા પથ્થરોના ઘા મારી ઇજા પહોંચાડી હતી તથા માથામાં કુહાડીની મુંધરાટી (ઉંધી) મારી માથાના ભાગે કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ બી સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.






































