અમરેલીમાં એક યુવકે કારનો આંટો માર્યા બાદ કારમાં નુકસાન જતા આોરોપીને કારની નુકસાની પેટે નાણા આપી દીધા બાદ પણ આરોપી વારંવાર ફરિયાદીને મારી નાખવાની ધમકી આપતો હોવાથી ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લીલીયા તાલુકાના લોકી ગામના પ્રશાંત અરવિંદભાઈ બામટા હાલ. રહે. રાજકોટવાળાએ અગાઉ આરોપી કરણ દાદભાઈ શેખવા રહે. અમરેલીવાળા પાસેથી સ્વીફ્ટ કાર આટો મારવા લીધી હતી જેમાં કારને નુકસાન જતા ફરિયાદીએ આરોપીને કારની નુકસાની પેટે ટુકડે-ટુકડે નાણાં આપી દીધા હતા.આમ છતાં આરોપી નાણા માટે ફરિયાદીને હેરાન કરતો હોવાથી ફરિયાદીએ અગાઉ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેનું નિવેદન લખવા માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં આવતા આરોપી કરણે ફરિયાદી પ્રશાંતને જઈ કહેલ કે આ કેસ પાછો ખેંચી લે મે તારૂ કંઈ જ બગાડેલ નથી. તુ કેટલા જિલ્લામાં ફરીશ મારી પાસે હજી એક છરી છે તને જાનથી મારી નાખીશ તેમ કહેતા ફરિયાદી પ્રશાંતે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.