અમરેલીમાં એક યુવકને અવળે રસ્તે ન જવા સમજાવતાં સારું નહોતું લાગ્યું અને પોતાના બે મળતિયા સાથે મળી યુવક પર હુમલો કર્યો હતો. બનાવ અંગે ભરતભાઈ પ્રાગજીભાઈ મકવાણા (ઉ.વ.૩૨)એ ટારજનભાઈ ગીગાભાઈ બારોટ, હંસિલ અક્ષયભાઈ બોચિયા તથા બીજા બે મળતિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે હંસિલ બોચિયાને દતક લીધો હતો. તેને ટારજનભાઈ બારોટ સાથે મળીને અવળે રસ્તે ન જવા સમજાવતા તેને સારૂ નહી લાગતા ગાળો આપી, પાઇપ વડે હાથના કાંડા પાસે ફ્રેક્ચર કર્યુ હતું. આ સમયે સાહેદ બચાવવા વચ્ચે પડતા તેમને છાતીના ભાગે પાટુ મારી પાડી દેતા બાકીના બીજા બે મળતિયાએ ફરિયાદી તથા સાહેદને શરીરે મુંઢમાર મારી ભાગી ગયા હતા. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.દેગામા વધુ તપાસ કરી રહ્યા છે.