અમરેલીમાં આજે મોઢ વણિક કોમ્યુનિટી પ્રોપર્ટી અને પારેખ રણછોડ દેવચંદ વિદ્યાર્થી ગૃહના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢ મહાજન વાડી ખાતે યોજાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઇ પરીખના માર્ગદર્શન હેઠળ જીઇબીના સુપ્રીટેન્ડીંગ એન્જિનીયર પરેશભાઇ પારેખે કર્યું હતું. આ તકે સુદર્શન નેત્રાÎના ડો. દર્શિતભાઇ ગોસાઇ, બાળ સુરક્ષા અધિકારી વિશાલભાઇ જોશી, રાજુભાઇ પરીખ, હિરેનભાઇ પરીખ, રવિભાઇ પારેખ, ભાગીરથીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ૬૮ લાભાર્થી ઉપસ્થિત રહેલ અને તેમાં મોતિયાના ઓપરેશનના ૩૩ અને ૨ દર્દીઓ વેલના હતા. તેમને સુદર્શન નેત્રાલય ખાતે નિઃશુલ્ક ઓપરેશન કરી અપાશે. જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે ચશ્મા આપવામાં આવેલ. એક વર્ષ સુધી દર મહિનાના બીજા ગુરુવારે આ કેમ્પ યોજાશે.