અમરેલીમાં આરટીઓ અધિકારીને ફરજમાં રૂકાવટ કરી મૃત વ્યક્તિનું લાયસન્સ કાઢો છો કહી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. ઉપરાંત રૂપિયા કઢાવવાના ઈરાદે છરી બતાવી ગાળો આપવામાં આવી હતી. આ અંગે અમરેલી આરટીઓ કચેરીમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે નોકરી કરતાં ઈન્દ્રજીતભાઈ સુરેશભાઈ ટાંક (ઉ.વ.૩૦)એ ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ એક મહિના પહેલા તેમની ચેમ્બરમાં ફરજ ઉપર હતા ત્યારે આરોપીએ આવી મૃત વ્યક્તિનું લાયસન્સ કાઢો છો તેવી ખોટી વાતો કરી રૂ. પાંચ લાખની ખંડણી માંગી હતી. ઉપરાંત છરી બતાવી રૂપિયા નહીં આપો તો પેટમાં ઘુસાડી મારી નાંખીશ તેવી ધમકી આપી, ગાળો બોલીને ફરજમાં રૂકાવટ કરી હતી.