લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના ૧,૬૦૦ જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવે તે પૂર્વે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ દુધાળા-લાઠી આવી પહોંચતા હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલને અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા, રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લાના ધારાસભ્ય સર્વ જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર અજય દહિયા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.