અમરેલીનાં ચિતલ રોડ પર આવેલી જય સોસાયટીનાં બ્લોકમાં આવેલી ઓફિસ ભાગીદારોએ બારોબાર વેંચી નાખતા અન્ય ભાગીદારે પોતાના જ ભાગીદાર સામે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારીમાં રહેતા ફરિયાદી ફિરોજ હુસેનભાઈ પઠાણે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ચિતલ રોડ પર આવેલી એક ઓફિસમાં હરેશભાઈની પ૦%ની ભાગીદારીમાં હિસ્સેદારી હતી. જેમાં હરેશભાઈને હિસ્સેદારી છૂટી કરવી હોવાથી આ બાબતે ફરિયાદીએ તેમના મિત્ર પિયુષભાઈને આ ઓફિસમાં ભાગીદાર થવા માટે જણાવ્યું હતું. જેથી તેણે આ બાબતે હરેશભાઈએ પૈસા ચૂકવી ભાગીદારીમાંથી છુટા કરવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ વિશ્વાસમાં આવી મિલકતમાંથી નીકળી જવા માટે રૂ.રપ લાખ આપવા નક્કી કર્યું હતું. જે અંતર્ગત અલગ-અલગ ૧ર,પ૦,૦૦૦નાં ચેક આપેલ હતા. અમે બંને ભાગીદારોએ વિપુલભાઈને આ મિલકતનો દસ્તાવેજ કરી આપેલ હતો. ત્યારબાદ આ દુકાન અન્ય પાર્ટીને વેંચવી હોવાથી ફરિયાદીએ આરોપી પાસેથી દુકાનની ચાવી માંગતા તેણે આ દુકાન મેં વેંચી નાખી છે તારો કોઈ હિસ્સો નથી તેમજ તારા આખા ઘરને દવા પીને મરી જાવું હોય તો મરી જાવ બહુ હોશિયારી કરીશ તો તને પણ ઉપાડી લઈશ તેમજ ફરિયાદીનાં પત્નીએ ફોન કરતા તેમને પણ બેફામ ગાળો આપી હતી. મિલકત અમો બંને ભાગીદારોના નામે હોય છતાં તેણે છેતરપિંડી કરી દિવ્યેશભાઈ ને આ મિલકતનું વેંચાણ કરી આપતા ફરિયાદી ફીરોજ હુસેનભાઈ પઠાણે વિપુલભાઈ અને પિયુષભાઈ રહે.બંને અમદાવાદ વાળા સામે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.