અમરેલીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પુત્રએ માતા પાસે ૫૦૦ રૂપિયા માંગતા તેણે ના પાડતા ફટકારવામાં આવી હતી. મીલુબેન ઉમરભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦)એ પુત્ર મુસ્તાક ઉમરભાઈ હાજીભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના દીકરાએ તેમની પાસે પાચસો રૂપિયા માંગ્યા હતા. જેથી તેમણે આપવાની ના પાડતા ગાળો આપી, પકડથી માથાના ભાગે, કપાળના ભાગે તથા નાક ઉપર મારી નાક ઉપર ફ્રેક્ચર કર્યું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.









































