અમરેલી શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે પોલીસકર્મીએ શરીરસંબંધ બાંધ્યા હતા. જે બાદ તે ફરી ગયો હતો અને મહિલાને મારકૂટ કરી હતી. આ અંગે મહિલાએ ચલાલામાં રહેતા પોલીસ કર્મચારી મહેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત પ્રમાણે, ચલાલા પોલીસ સ્ટેશનના કર્મચારી મહેશ રાઠોડે મહિલાને લગ્ન કરવાનું કહી તેની સાથે અવારનવાર શરીરસંબંધ બાંધ્યા હતા. થોડા દિવસ પહેલા મહિલા સાથે મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યા હતા અને છેલ્લા ૯ મહિનાથી મારકૂટ કરતો હતો.