અમરેલીમાં રહેતી એક મહિલાને ગાળો બોલી નાક કાપવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે રંજનબેન કાળીદાસભાઈ નિમાવત (ઉ.વ.૬૨)એ ઘનશ્યામભાઈ બટુકભાઈ દેવમુરારી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટા ભાઇના દીકરા ઘનશ્યામભાઇ દેવમુરારી રહે. જુના સાવર વાળાની દીકરી વિભુતિએ ભાગીને લગ્ન કર્યા હતા. તેને ભગાડવામાં તેમનો હાથ હોય તેવું ખોટી રીતે માની લઇ ફોન પર બાદમાં સાવરકુંડલા મુકામે ઘરે ગયેલ ત્યારે ગાળો આપી અને તેનું નાક કાપી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. તેમની દીકરી ભાગી ગઈ છે તેમાં તેમનો હાથ છે અને તેમણે સુરપંખાનું પાત્ર ભજવ્યું છે તેવા લખાણવાળા ફોટાનું સ્ટેટ્સ લગાવી સમાજમાં બદનામ કર્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એસ.એ. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.










































