અમરેલી શહેરમાં રહેતી એક મહિલાને અરજી પરત ન ખેંચે તો તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. કૌશરબેન અજીજભાઇ કુરેશી (ઉ.વ.૩૦)એ મુસ્તાક મુનાભાઈ કુંડલીયા,
ફેઝલભાઈ કુંડલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે આરોપી સામે અગાઉ અરજી કરી હતી. જેમાં સમાધાન બાદ આરોપીએ અરજી પરત ખેંચી લે નહીંતર તારા દીકરાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.