ઈશ્વરીયા ગામના ૪૫ વર્ષીય મનીષાબેન વજુભાઈ વામજાને પેટમાં અસહ્ય દુઃખાવો થયો હતો. જેથી તેઓ શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે ગયા હતા. હોસ્પિટલમાં ગાયનેક વિભાગના ડાક્ટરોએ તેમની તપાસ કરી અને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી. સોનોગ્રાફી દ્વારા જાણવા મળ્યું કે મનીષાબેનના ગર્ભાશયમાં ૧૮ટ૧૫ સેમીની ગાંઠ હતી. ડા. રિધ્ધીબેન મહેતાએ યોગ્ય માર્ગદર્શન આપીને તેમને ઓપરેશન માટે દાખલ કર્યા. ડા. રિધ્ધીબેન મહેતા, ડા. સંજય સોલંકી અને એનેસ્થેટિસ્ટ ડા. રવી પરમાર અને તેમની ટીમે ઓપરેશન કરી સફળતાપૂર્વક ગર્ભાશયમાંથી ૨ કિલોની ગાંઠ દૂર કરી હતી.