અમરેલીમાં રહેતી એક આધેડ વયની મહિલાએ પતિના મોતના વિરહમાં ફિનાઇલ પીધું હતું. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, પરિણીતાના પતિ આશરે એકાદ વર્ષ પહેલા મરણ પામ્યા હતા. જે વિચાર આવતા અને જીવન એકલવાયું લાગતાં મનમાં મરી જવાનો વિચાર આવતો હતો. જેથી આવેશમાં આવી ઘરમાં બાથરૂમમાં જઈને ફીનાઇલની બોટલમાંથી પોતાની મેળે બે ઘૂંટડા ફીનાઇલના પી લીધા હતા. જે બાદ ઉલટીઓ ઉબકા થવા લાગતા તેમના પુત્રવધુ આવી ગયા હતા. જે અંગે તેમને વાત કરતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ આર.એન.માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.