અમરેલીમાં મશીનના પટ્ટામાં સાડી આવી જતાં મહિલા દૂર ફેંકાઈ ગઈ હતી. જેથી ઈજા થતાં મહિલાનું મોત થયું હતું. મૃતકને છ મહિનાનો ગર્ભ હતો. બનાવ અંગે અમેરલીમાં રહેતા સુકેશભાઈ રામભાઈ વસૈયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, મીના સુકેશભાઈ વસૈયા (ઉ.વ.૨૧) વૃંદાવન ઓઈલ મીલમાં ઘાણાના રૂમમાં સફાઈ કરતા હતા. તે દરમિયાન સાડી ઘાણામાં મશીનના પટ્ટામાં આવી જતા દૂર ફેંકાઈ જતાં ગંભીર ઈજા થતાં મરણ પામ્યા હતા. મૃતકને છ મહિનાનો ગર્ભ હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એચ. ભટ્ટી વધુ તપાસ કરી રહ્યા છે