અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ અને ૧લી જુલાઈ, ૨૦૨૫ થી ૬ઠ્ઠી જુલાઈ, ૨૦૨૫ દરમિયાન ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય સહકાર સપ્તાહ અંતર્ગત, તેમજ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ૨૦૨૫ના સંદર્ભે એક મહત્વપૂર્ણ સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિત્તે, યુવા નેતા અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ આ સેમિનાર કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો. અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સેમિનારનો મુખ્ય હેતુ યુવાનોમાં સહકાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.









































