અમરેલી જિલ્લાની મોટા આંકડીયા બેઠક પર મતદાન દરમિયાન ભારે હંગામો જાવા મળ્યો હતો. અહીં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતાં વાતાવરણ ગરમાયું હતું. ‘આપ’ના કાર્યકર હાર્દિક વઘાસીયાએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને ગંભીર આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા ડુપ્લીકેટ મતદાન એજન્ટ બેસાડવામાં આવ્યો છે. આ વિવાદ વધતા બંને પક્ષો વચ્ચે ‘ટપલીદાવ’ એટલે કે સામાન્ય ઘર્ષણ થયું હોવાની માહિતી મળી છે. જાકે, પોલીસે તાત્કાલિક દોડી જઈને મામલો થાળે પાડ્યો હતો
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઇ છે. અહીં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઇ છે. કુબેરનગરના વીવી તોમર સ્કૂલમાં મારામારીની ઘટના બની છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવી જતાં બબાલ થઈ હતી. પોલીસે તમામ કાર્યકર્તાઓને બુથ મથકથી હટાવ્યા છે.