રૂપિયાનો જથ્થો જ્યાં હોય તેને નિશાન બનાવતી ગેંગ મંદિરોને નિશાના પર લેતી હોય છે. આવામાં અમરેલીના રાજુલામાં આવેલા એક ગામમાં મંદિરમાં ચોરી થયાની ઘટના બની છે. આ બનાવમાં તસ્કોર મંદિરમાં મૂકેલી દાનપેટીમાંથી ચોરી કરવાના બદલે આખે આખી દાનપેટી જ ઉઠાવીને જતા દેખાઈ રહ્યા છે. મંદિરમાં લાગેલા કેમેરામાં તસ્કરોની આખી કરતૂત કેદ થઈ ગઈ છે. બુકાની સાથે આવેલા તસ્કોર દાનપેટી ચોરીને મંદિરમાંથી જતા દેખાઈ રહ્યા છે. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેમાં દાનપેટીમાં રહેલા ૫૦ હજાર ચોરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
રાજુલાના ચોત્રા ગામ પાસે આવેલા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે, મોમાઈ માતાના મંદિરની દાનપેટી તસ્કરો ઉઠાવી ગયા છે. આ આખી ઘટના મંદિરમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. રૂપિયા ભરેલી દાનપેટીની ચોરી કરી હતી, મંદિરના પૂજારીએ આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બુકાનીધારી બે લોકો મંદિરના ગર્ભગૃહની બહાર મૂકેલી દાનપેટી ઉઠાવીને જતા દેખાય છે.
ફરિયાદ અને જે મંદિરના કેમેરામાં કેદ થયેલા પુરાવા છે તેના આધારે પોલીસ તપાસ શરુ કરી છે, મોમાઈ માતાનું મંદિર સમગ્ર બાયરીવાડા પંથકમાં આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે જેથી ઘટના સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે, હવે આ તસ્કરો કોણ છે અને તેઓ પેટી ચોરીને ક્યાં લઈ ગયા તેની પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
રાજુલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમમો દ્વારા તસ્કર ટોળકીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેમાં આ વિસ્તારની આસપાસમાં કે ગામમાંથી બહાર જવાની જગ્યાઓ પર કે અન્ય સ્થળો પર લાગેલા સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.તસ્કરો કોઈ વાહન લઈને ચોરી કરવા આવ્યા હોય તો તેની વિગતો મળ્યા પછી પોલીસ તેના આધારે પણ તપાસ કરી શકે છે. મંદિરમાં થયેલી ચોરીથી લોકો ટેક્નોલોજી હોવા છતાં કોડ ડર વગર તસ્કરો ચોરી કરી રહ્યા છે તેનાથી આશ્ચર્ય થઈ રહ્યું છે.