અમરેલીના લાઠી રોડ પર આવેલ પ્રમુખસ્વામી નગર ખાતે મંગલમૂર્તિ મહિલા મંડળ દ્વારા ગણપતિ મહોત્સવમાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આરતીના મુખ્ય યજમાનો તરીકે સંદીપભાઈ ત્રિવેદી, અમિતભાઈ લંગાળીયા, ઋત્વિકભાઈ જોશી પરિવાર અને જયસુખગીરી અપારનાથી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા તરફથી બીપીનભાઈ લીંબાણી, મનીષભાઈ ધરજીયા, દંડક દીલાભાઇ, સંદીપભાઈ માંગરોળીયા, દીપકભાઈ બાંભરોલીયા, ચિરાગભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા.