અમરેલી,તા.૧૯
અમરેલી- ઈનર વ્હીલ કલબ ઓફ અમરેલીના પ્રમુખ ડા. મિલીબેન ઠાકરના નેતૃત્વ હેઠળ સોમવારે જેસિંગપરા કન્યાશાળા ખાતે ભાવશક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી નગર સેવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઈ જોષીની સંમતિથી યોજાયેલા આ પ્રદર્શનમાં અમરેલીની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રથી આવેલા આ પ્રદર્શન દ્વારા નારી સલામતી અને સશક્તિકરણ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિનાબેન ભટ્ટની આગેવાની હેઠળ મૂક-બધિર શાળાના બાળકોને પણ પ્રદર્શન જોવા અને સમજવાનો અવસર મળ્યો હતો.