અમરેલી જિલ્લામાં ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે માટે અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આમ છતાં અમુક ઈસમો જાહેરનામાનો ભંગ થાય તે રીતે પોતાના વાહનો શહેરની અંદર પ્રવેશ કરાવી જાહેરનામાનો ભંગ કરી રહ્યાં છે. જેથી જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે લાલઆંખ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા અમરેલી શહેરમાં સવારના ૬ઃ૦૦થી રાત્રીના ૧૦ઃ૦૦ વાગ્યા સુધી તમામ ભારેથી અતિભારે વાહનો જેવા કે ૬ કે તેથી વધુ વ્હીલવાળા વાહનોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં અમરેલીના પાણી દરવાજા પાસે રહેતા ડ્રાઈવર આદમભાઈ શમલભાઈ રફાઈએ જાહેર માર્ગ પર અડચણરૂપ વાહન પાર્ક કરેલ હોય તેથી પોલીસે જાહેરનામાના ભંગ બદલ પોલીસે તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.