આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતીય સેના તથા સૈનિકોને વંદન અને નમન. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા વંદન અને નમન કરે છે. આપણી મહાન ભારતીય સેનાના અદ્ભુત સાહસને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૧ મે રવિવારના રોજ આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા મથકોથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું.દરેક જિલ્લા મથક પર નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. તમામ કાર્યકર્તાઓ અને લોકો હાથમાં તિરંગા લઈને ‘તિરંગા યાત્રા’ શરૂ કરી અને પદયાત્રા કરી હતી. દેશના જવાનો સીમા પર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય પોતાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, માટે સેના અને જવાનોને લાખ લાખ વંદન અને નમન છે.