ભાજપનાં નેતૃત્વવાળા એન.ડી.એ. ગઠબંધનનો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થતાં અમરેલીનાં ડા. જીવરાજ મહેતા ચોક (રાજકમલ) ખાતે જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીની આગેવાનીમાં હોદ્દેદારો-કાર્યકરોએ ફટાકડા ફોડીને ભાજપના વિજયને વધાવ્યો હતો. અત્રે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા, ખજાનચી દિપક વઘાસિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મનિષ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા, મહામંત્રી યોગેશ ગણાત્રા, રાકેશ સાવલિયા, રેખાબેન માવદિયા, સહકારી અગ્રણી અનિલ વેકરિયા, ભાજપ અગ્રણી કેતન ઢાંકેચા, વનરાજભાઈ કોઠીવાળ, દિવ્યેશ વેકરિયા, અલકાબેન ગોંડલિયા, પ્રવિણ ચાવડા, રમેશભાઈ શિંગાળા સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.








































