અમરેલીમાં નાનોભાઈ તેના પિતાને ગાળો આપતો હોવાથી મોટાભાઈએ આમ કરવાની ના પાડી હતી. જેથી નાનાભાઈએ ઉશ્કેરાઈને ઝઘડો કરીને પાઇપ મારી હતી. બનાવ અંગે ભાવેશભાઈ મનસુખભાઈ અદગામા (ઉ.વ.૨૭)એ સાગરભાઈ મનસુખભાઈ અદગામા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેનો નાનોભાઈ ઘર પાસે આવીને પિતાને ગાળો બોલતો હતો. જેથી તેમણે ગાળો નહીં બોલવાનું કહેતા ઝઘડો કરવા લાગ્યો હતો.
તેમણે ઝઘડો કરવાની ના પાડતાં પ્લાસ્ટિકનો પાઇપ માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.વી .રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.