અમરેલી લોકસભા ચૂંટણી દરમ્યાન શહેરમાંથી રામજન્મ ઉજવણી સમયે લગાવેલા ભગવાન શ્રીરામના બેનર હટાવવા કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં ફરિયાદ કરવાના મુદે રાજકારણ ગરમાયુ છે. આ ઘટનાને લઈને નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ સંજાગ ન્યૂઝ સાથે વાતચીત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યુ હતુ કે, ભગવાન શ્રીરામ દરેક હિન્દુના આરાધ્ય દેવ છે. અને તેમના બેનર હટાવવા માટે કોંગ્રેસે કરેલા પ્રયાસ એ સમગ્ર હિન્દુ ધર્મનું અપમાન છે. અને આ ઘટના હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. કોંગ્રેસના આ કૃત્યને અમરેલી જિલ્લાના મતદારો ભાજપ તરફી મતદાન કરી જવાબ આપશે.