અમરેલી શહેરમાં આજે ભગવાન પરશુરામના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. પરશુરામધામ ખાતે યોજાનાર આ ઉત્સવમાં તમામ બ્રહ્મ પરિવારો, જ્ઞાતિબંધુ, વેપારીઓ, સેવાભાવિ સંસ્થાઓ, યુવા સંગઠનના હોદ્દેદારો, રાજકિય અને સામાજિક અગ્રણીઓને પરશુરામ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા બ્રહ્મ આગેવાન ઉદયન ત્રિવેદી, તૃષાર જોષી, ભગીરથ ત્રિવેદી સહિતના આગેવાનોએ આમંત્રણ પાઠવ્યું છે. આજે સાંજે પાંચ કલાકે નાગનાથ મંદિરેથી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નિકળશે, જેમાં સૌને જોડાવવા માટે આહ્વવાન કરાયું છે. રાત્રિના સમયે પરશુરામધામ ખાતે લોકગાયક વિમલ મહેતા તથા પ્રયાગ મહેતાનો લોકડાયરો યોજાયો હતો. ભગવાન પરશુરામનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા માટે બ્રહ્મ પરિવારોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.