બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા અમરેલી શહેરના વિવિધ સરકારી કાર્યાલયોમાં આધ્યાત્મિક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેક્ટર કચેરીમાં, સુખરામ ઓમ શાંતિ રીટ્રીટ સેન્ટરના બ્ર.કુ. ઈશુબહેન અને જલંધરથી આવેલા બ્ર.કુ. સી.એ. મેહા બહેને “હેપી માઇન્ડ હેલ્થી બોડી” વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા, એડિશનલ કલેક્ટર દિલીપસિંહ ગોહિલ સહિત ૬૦થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો.