અમરેલીમાં પૂ.પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ અને પૂ.મહંતસ્વામીના આશીર્વાદ અને પ્રેરણાથી ચિત્તલરોડ પર શિખરબધ્ધ ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આકાર લેશે. આ અંગે બીએપીએસના પૂ.સાધુચરિત સ્વામીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી તા.૧ જૂનના રોજ સ્વામિનારાયણ મંદિરની ભવ્ય શિલાન્યાસ વિધિ કરવામાં આવશે. જેમાં પૂ.ડોકટર સ્વામી, પૂ.કોઠારી ભક્તિપ્રિય સ્વામી, પૂ.ત્યાગવલ્લભ સ્વામી, પૂ.ઈશ્વરચરણ સ્વામી અને હરિભકતોની હાજરીમાં આ શિલાન્યાસ વિધિ થશે. આ દિવસે શહેરના રાજમાર્ગો પર વ્યસનમુક્તિનો સંદેશો આપતી રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.