અમરેલી શહેરમાં છેલ્લાં બે દિવસથી ભારે પવન અને વરસાદી ઝાપટાથી શહેરીજનોએ મહદ્દઅંશે ગરમીમાંથી રાહત મેળવી હતી. જા કે હવે અમરેલી શહેરમાં અચાનક જ તાપમાનનો પારો સડસડાટ ઉંચો ચડતા શહેરીજનો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. બપોરના સમયે તાપ અને લૂને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.