અમરેલીમાં વાહનોની સંખ્યા વધવાની સાથે લોકો પણ બેદરકાર બનીને વાહન ચલાવતાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. અમરેલીમાં રહેતા ધર્મેશભાઈ શાંતિભાઈ ચાવડા (ઉ.વ.૨૨) તેના મિત્ર સાથે બાઇક લઈને લાલાવાવ હનુમાન મંદિર પાસેથી પસાર થતાં હતા ત્યારે ધસમસતી આવેલી ફોર વ્હીલે તેમને અડફેટે લીધા હતા.
આ બનાવ અંગે ધર્મેશભાઈએ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ બાઇક લઇ લાઠી બાજુથી આવતા હતા ત્યારે લાલાવાવ હનુમાન મંદિર પાસે પહોચતા અચાનક અજાણ્યા વાહન ચાલકે પુર ઝડપે આવી પાછળથી ટક્કર મારી હતી. જેમાં તેઓ ઉછળીને પડ્‌યા હતા અને બંને મિત્રોને ઈજા થઈ હતી. અકસ્માત બાદ વાહન ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.