અમરેલીમાં રહેતા એક ફોટોગ્રાફરને ગાળો આપી બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો. બનાવ અંગે ફોટોગ્રાફીનો ધંધો કરતા ધ્રુવભાઈ રસિકભાઈ લેઉવા (ઉ.વ.૫૦)એ પાર્થભાઈ વિજયભાઈ સેજુ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેની દુકાનમાં એકાદ વર્ષ પહેલાં ઝેરોક્ષની કામગીરી ચાલુ કરી હતી. તેમની એક દુકાન મૂકીને શ્રીજી ઝેરોક્ષ નામની દુકાન હોય અને તેમણે ઝેરોક્ષ કરવાનું ચાલુ કરતાં આરોપીને સારૂ નહોતું લાગ્યું. આરોપીએ જુની વાતનું મનદુઃખ રાખી, ગાળો આપી, બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.