અમરેલી પંથકમાં શિયાળાની સિઝને જોરદાર એન્ટ્રી કરી છે. એક જ રાતમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ૧૬ ડિગ્રી સેલ્સિયસ રહેલું લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી ગગડીને ૧૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ૧૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના હિમભર્યા પવનોએ સમગ્ર વિસ્તારમાં ઠંડીનો માહોલ સર્જ્યો છે. આ કારણે શહેરીજનોએ ગરમ વસ્ત્રો સાથે જ ઘરની બહાર નીકળવું પડ્‌યું હતું. વહેલી સવારથી જ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો અને આખો દિવસ ઠંડા પવનોનું જોર યથાવત રહ્યું હતું. રાત્રીના સમયે અને વહેલી સવારના ઠંડા પવનોએ લોકોને રીતસરના ધ્રુજાવી નાખ્યા હતા. છેલ્લાં ચાર દિવસ તાપમાનનો પારો ઉંચકાતા લોકોને ઠંડીમાંથી રાહત મળી હતી જા કે ગઈકાલથી જ ફરી ઠંઠા પવનો ફૂંકાવાના શરૂ થયા છે.