લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા શહેરમાં રાહત દરે ફટાકડા વેચાણ કરવા માટે ત્રણ સ્ટોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્ટોલનું ઉદઘાટન પૂર્વ લાયન ગવર્નર વસંતભાઇ મોવલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે પ્રમુખ લાયન રાજેશ વિઠ્ઠલાણી, દિનેશભાઇ ભુવા, કાંતીભાઇ વઘાસીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ. આ ત્રણ સ્ટોલ ભીડભંજન મંદિરની બાજુમાં, રેડકોર્નર સિનેમાની બાજુમાં અને લાઠી રોડ પર મઢુલી ભાજીપાંઉની બાજુમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે શરૂ કરવામાં આવેલ છે, જ્યાં ૨ નવેમ્બર સુધી ફટાકડાનું વેચાણ કરાશે.