અમરેલીમાં પ્લોટમાં કચરો નાખવા મુદ્દે માથાકૂટ થઈ હતી. ધર્મેશભાઈ ઉર્ફે જોંગીદર પ્રકાશભાઈ વાળોદરા (ઉ.વ.૩૨)એ ધીરજભાઈ પરશોત્તમભાઈ બારૈયા, સુરેશભાઈ, ચિરાગ અને અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ઘરની બાજુમાં ખુલ્લો પ્લોટ આવ્યો હતો.
જેમાં કોઈ કચરો નંખતું હતું જેથી તેમણે કચરો કોણ નાખી ગયું તેમ પૂછતાં આરોપીને સારું નહોતું લાગ્યું અને તેના મનદુઃખમાં પાઈપ તથા લાકડી વડે માર માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પ્રો.પીએસઆઈ આર. ડી. કુવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.





































