અમરેલીમાં રહેતા એક પ્રૌઢ સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામ રૂ. ૬ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. બનાવ
અંગે ધર્મેન્દ્રભાઈ જીવનભાઈ વાજા (ઉ.વ.૭૫)એ વિપુલભાઈ હરકિશનભાઈ ઉર્ફે હકાભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીએ તેમને પાર્થ ઈન્વેસ્ટમેંટની લોભામણી જાહેરાત બતાવી પર્સનલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રૂ. ૬ લાખનું રોકાણ કરાવી નફો આપવાની લાલચ આપી હતી. જે બાદ નફાની તથા મુળ રકમ પરત નહીં કરીને વિશ્વાસઘાત કર્યો હતો.
અમેરલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એલ. ખટાણા વધુ તપાસ કરી રહ્યા છે.